SP Hostel Opening Ceremony - 2020
Posted On: 01-01-2020
રામ રામ,
આપણા શ્રી સૌરાષ્ટ્ર પટેલ કેળવણી મંડળ - છાત્રાલય નો વાર્ષિકોત્સવ "અવસર-૨૦૨૦" દિનાંક: ૧૨ જાન્યુઆરી ૨૦૨૦ રવિવારે બપોરબાદ ૩.૩૦ વાગ્યે નિર્ધારિત કર્યો છે.
આપણાં સંસ્કાર અને સંસ્કૃતિના પ્રતિબિંબરૂપ આ અવસરને ઉજવવા માટે આપ સૌને સહર્ષ આમંત્રણ છે.
અવસરમાં સહભાગી થઈ વિદ્યાર્થીઓ સાથે "આનંદોત્સવ- સહસંવાદ" નો સાક્ષી બનીએ.
આપની ઉપસ્થિતિ અમારા માટે ઉત્સાહવર્ધક બનશે એવી અપેક્ષા સાથે આ આમંત્રણ પાઠવીએ છીએ.
સ્નેહપૂર્ણ આમંત્રણ સાથે,
આપનો સહયોગ અપેક્ષિત,
તરફથી SP પરિવાર
અવસર
અવસર એટલે વલ્લભવિદ્યાનગર સ્થિત SP હોસ્ટેલ ના આંગણે ઉજવાતો સંસ્કૃતિનો મહોત્સવ.
અવસર એટલે પરિવાર સાથે મળીને આનંદ, સંવાદ અને સંસ્કારનો ઉત્સવ.
હેતુ
અવસર એટલે સ્મૃતિને સચવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ.
